ગુજરાત
News of Thursday, 16th July 2020

કલોલના શેરિસાથી રોડ નજીકથી પોલીસે 100લીટર દારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને દબોચ્યો

કલોલ:શેરિસાથી મોટી ભોંયણ જતા રોડ પરથી ૧૦૦ લીટર દેશીદારૂના જથ્થા સાથે રીક્ષા ચાલકને પકડી પાડયો હતો. તેમજ રણછોડપુરામાં પણ ઉકળતી ભઠ્ઠી પર પોલીસે દરોડો કરી દેશીદારૂ પકડયો હતો તથા જાસપુરમાંથી પણ પોલીસે દેશીદારૂનો જથ્થો પકડી કાર્યવાહી કરી હતી.

કલોલના ગ્રામ્ય વિસ્તારોમાં દેશીદારૂનું દૂષણ વધી ગયું છે ત્યારે સાંતેજ પોલીસે ત્રણ સ્થળોએ દરોડા કરી દેશીદારૂ તથા વોશનો જથ્થો પકડી પાડયો હતો. શેરિસા રોડ પર પોલીસે બાતમીને આધારે એક રીક્ષાને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી ૧૦૦ લીટર દેશીદારૂ કિંમત રૂપિયા ૨૦૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રીક્ષાચાલક મનોજ લાલજીભાઇ વાઘેલા રહે.બાપુનગરની ધરપકડ કરી દારૂ અને રીક્ષા સહિત કુલ રૂપિયા ૩૭૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રણછોડપુરામાં પણ સાંતેજ પોલીસે દરોડો કરી ઉકળતી ભઠ્ઠી પરથી ૧૦૦ લીટર ગરમ વોશ અને ૧૦૦ લીટર ઠંડા વોશ પકડી પાડી તેનો નાશ કર્યો હતો. ભઠ્ઠી પરથી ચાર લીટર દેશીદારૂ પણ મળી આવ્યો હતો. જો કે બુટલેગર મેલાજી રમતુજી ઠાકોર ભાગી છૂટયો હતો. જાસપુરમાં પણ સાંતેજ પોલીસે દરોડો કરી કાળાજી દશરથજી ઠાકોરના ઘરેથી પાંચ લીટર દેશીદારૂ પકડી પાડયો હતો. જો કે પોલીસના આ દરોડાને પગલે બુટલેગર કાળાજી પણ ભાગી છૂટયો હતો. પોલીસે ત્રણેય કેસમાં ગુના દાખલ કરી ફરાર બુટલેગરોની ધરપકડ માટે દોડધામ શરૂ કરી છે.

(6:29 pm IST)