ગુજરાત
News of Thursday, 16th July 2020

વડોદરા નજીક વાઘોડિયા વિસ્તારમાં આવેલ દેવ નદીમાં હાથ પગ ધોવા ઉતરતા ખેડૂત પર મગરનો હુમલો

વડોદરા:નજીક વાઘોડિયા ખાતે આવેલી દેવ નદીમાં મગર દ્વારા ગ્રામજનો પર હુમલાના વારંવાર બનાવો બની રહ્યા છે. થોડા સમય પહેલા એક મહિલાનો મગર શિકાર કરતાં ગ્રામજનો અને મગર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આવો જ બનાવ ગઈકાલે સાંજે બનતા ખેડૂતનો બચાવ થયો છે.

વાઘોડિયાના પાટીયાપુરા ગામે રહેતા જગદીશભાઈ વસાવા ગઈકાલે સાંજે ખેતરમાંથી આવી રહ્યા હતા ત્યારે દેવ નદીમાં હાથ પગ ધોવા ઉતરતા 10થી 12 ફૂટ લાંબા મગરે કર્યો હતો તેમના ઉપર હુમલો હતો.

જગદીશભાઈ એ હિંમતપૂર્વક મગર નો મુકાબલો કરતા બંને વચ્ચે પાંચથી સાત મિનિટ સુધી ફાઇટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. છાતી અને હાથે ગંભીર ઇજા થતા લોહીલુહાણ થયેલા જગદીશભાઈએ મુકાબલો ચાલુ રાખ્યો હતો.

(6:19 pm IST)