ગુજરાત
News of Thursday, 16th July 2020

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણીપંચે કવાયત તેજ કરી

કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા ગુજરાત સહિત પેટાચૂંટણી અને સામાન્‍ય ચૂંટણી આવી રહી છે તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્‍ફરન્‍સ કરી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે કવાયત તેજ કરી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા  ગુજરાત સહિત પેટા ચૂંટણી અને સામાન્ય ચૂંટણી આવી રહી છે તે તમામ રાજયોના ચૂંટણી નિર્વાચન અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી.... કોરોના વાયરસ ની સ્થિતિ માં કયા પ્રકારે ચૂંટણી કરી શકાય તે માટે સૂચનો મંગાવ્યા. ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની ચૂંટણી માટે કોરોના ની સ્થિતિ માં ચૂંટણી કરવા માટે ના મહત્વના સૂચનો ગુજરાત ચૂંટણી નિર્વાચન અધિકારી એસ મુરલી ક્રિષ્ના એ કેન્દ્રીય ચૂંટણી પંચને આપ્યા ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇવીએમ મશીન નો ઉપયોગ કર્યા પછી પણ કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તે પ્રમાણે સેનેટાઈઝર અને વ્યવસ્થા કરવા અંગેનું સૂચન કર્યું મતદાર મથકો ની સંખ્યા ડબલ કરવા અંગે પણ સૂચન કર્યું. ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે કોરોના ની સ્થિતિ માં પણ યોજી શકાય એ માટે 25થી વધારે સૂચનો મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી દ્વારા કરાયા

(6:11 pm IST)