ગુજરાત
News of Thursday, 16th July 2020

અમદાવાદ:ગોતામાં પુરપાટ ઝડપે જતી કારે બે યુવકોને નીચે ધસડી નાખતા પગમાં ફ્રેક્ચર

અમદાવાદ: શહેર અને જિલ્લામાં પૂર ઝડપે વાહન હંકારવાના કારણે અક્સ્માતના બનાવો વધી રહ્યા છે. ગોતામાં કાર નીચે ઘસડાતા બે યુવકોના પગે ફ્રેકચર થયું હતું. જ્યારે સાણંદ વિરોચનગર પાસે ટ્રેઇલર પાછળ ટ્રક ઘૂસી ગયો હતો જેથી બે વાહનો વચ્ચે  ફસાતા ગંભીર રીતે ઘાયલ થયેલા ટ્રક ડ્રાઇવરનું મોત નીપજ્યું હતુ.

 આ કેસની વિગત એવી છે કે  ચાંદલોડિયા  ગામમાં રહેતા કરણભાઇ શકરાજી ઠાકોર  ગઇકાલે રાતે ૧૦ વાગે  તેમના મિત્ર  જતીન દેસાઇને એક્ટિવા ઉપર બેસાડીને ગોતા ચોકડી ઉપર જતા હતા જ્યાંથી તેમના બીજા મિત્ર કિરણ ઠાકોરને લેવા માટે ગયા હતા.જ્યાંથી  ત્રણેય મિત્રો એક જ એક્ટિવા ઉપર બેસીને ગોતાથી ચાંદલોડિયા તરફ આવી રહ્યા હતા.

(6:11 pm IST)