ગુજરાત
News of Tuesday, 16th July 2019

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 220 સિંહોના મોત;સરકારે આંકડા જાહેર કર્યા

ઓક્ટોબર ૨૦૧૮ માં થયેલા સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ આવ્યો નથી

 

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 220 સિંહોના મોત થયા છે. સરકારે વિધાનસભામાં ચર્ચાયેલા સિંહોના મુદ્દે આંકડા જાહેર કર્યા છે. સરકારે એવી પણ કબૂલાત કરી છે કે જૂનાગઢ અને અમરેલી આસપાસ ગેરકાયદેસર લાયન શો થાય છે અને સિંહોની પજવણી પણ કરવામાં આવે છે. જો કે તેમાં સરકારી કર્મચારીની સંડોવણી નકારવામાં આવી છે

  .ગુજરાતની શાન ગણાતા ગીરના સિંહોની સંખ્યા 523 છે. વર્ષ 2015ની વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહના બચ્ચા અને 73 પાઠડા છે. ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં 52 સિંહો, 72 સિંહણો, 90 બચ્ચા અને વણઓળખોયેલા સિંહોના મોત થયા છે.જેમાં કુદરતી અને અકુદરતી મોતનો પણ સમાવેશ થાય છે

  . કુદરતી મોતમાં  43 સિંહો, 65 સિંહણો, 85 બચ્ચા, અને વણઓળખાયેલા સિંહોના કુદરતી મોત થયા છે. જ્યારે કે નવ સિંહો, નવ સિંહણો, પાંચ બચ્ચાના અકુદરતી મૃત્યુ થયા છે. તો બીજી તરફ ઓક્ટોબર ૨૦૧૮ માં થયેલા સિંહના અકુદરતી મૃત્યુનો રિપોર્ટ હજી પણ નથી આવ્યો. સિંહ બાળના અકુદરતી મૃત્યુનું પેનલ પીએમ કરતા પણ કારણ જણાયું નથી. ટીસ્યુ સેમ્પલ જીબીઆરસી ડાયરેક્ટરને મોકલવામાં આવ્યા હતા.. જેનો રિપોર્ટ હજી સુધી તૈયાર થયો હોવાનું સરકારે જણાવ્યું હતું

 જંગલની આસપાસના વિસ્તારમાં ગેરકાયદે લાયન શો ચલાવવામાં આવે છે. તેને મારણ આપવામાં આવે છે. દોડાવવામાં આવે છે અને પજવણી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ગેરકાયદેસર રીતે લાયન શો કરાવનારા 74 વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે. જો કે પૈકી કોઈ પણ વ્યક્તિ વન ખાતાનો કર્મચારી હોવાનો સરકારએ જવાબ આપ્યો હતો.. પકડાયેલા તમામ સામે વન્ય જીવ સંરક્ષણ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અને પ્રકારે ફરી ઘટના બને તે માટે સરકારે જંગલ વિસ્તારના ચેકિંગ નાકાઓ પર સીસીટીવી લગાવ્યા છે.

 રાજ્યમાં સિંહોના સંરક્ષણ માટે શેત્રુંજી વન્યજીવ ડિવિઝનની સ્થાપના કરાઈ છે. સાથે અમરેલી અને ભાવનગર જિલ્લાના સિંહોના વ્યવસ્થાપન માટે વન્ય જીવન ડિવિઝન કામગીરી કરશે.. એશિયાટિક લાયન માત્ર સૌરાષ્ટ્રમાં છે. છેલ્લા 2 વર્ષમાં સિંહના મોતનો આંકડો પણ ચોંકાવનારો છે. સરકાર સિંહ સંવર્ધનની મોટી મોટી વાતો કરે છે પરંતુ આંકડા જોતા લાગે છે કે સરકારે મામલે વધારે ગંભીર થવાની જરૂર છે

(10:57 pm IST)