News of Tuesday, 16th July 2019
આણંદ:નવા બસ સ્ટેન્ડમાંથી ગઠિયાએ મુસાફરનું 30હજારની રોકડ ભરેલ પાકીટની ચીલઝડપ કરી છૂમંતર.....
આણંદ: શહેરના નવા બસસ્ટેન્ડમાંથી એક મુસાફરનું ૩૦ હજારની રોકડ રકમ ભરેલું પાકીટ ભીડનો લાભ લઈને કોઈ ગઠિયો ચોરી કરી જતાં આ અંગે આણંદ શહેર પોલીસે લેખિત ફરિયાદ લઈને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર એક વોટર પ્યુરીફાય કંપનીમાં સેલ્સ એકિઝક્યુટિવ તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રાઠોડને કંપનીના કામે દુબઈ જવાનું હોય તેઓ અમદાવાદ જવા માટે આણંદના નવા બસસ્ટેન્ડમાં આવ્યા હતા. જ્યાં અમદાવાદની બસ આવતાં જ તેઓ અન્ય મુસાફરો સાથે બસમાં ચઢ્યા હતા. એ દરમિયાન કોઈ શખ્સે તેમનું પાકીટ કે જેમાં ૩૦ હજાર રોકડા, એટીએમ કાર્ડ, પાન-આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો હતા તેની ચોરી કરી લીધી હતી.
(5:48 pm IST)