ગુજરાત
News of Tuesday, 16th July 2019

મહુધાના ફ્લોલીમાં નજીવી બાબતે થયેલ મારામારીના બનાવમાં સામસામે હુમલામાં ચારને ગંભીર ઇજા

મહુધા: તાલુકાના ફલોલી ગામમાં રહેતાં ગુલાબસિંહ પ્રભાતસિંહ સોઢાપરમાર ગતરોજ સાંજના સમયે નદીકિનારે કુદરતી હાજતે કરવા ગયાં હતાં. તે વખતે ગ્રામપંચાયતના ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ રાવજીભાઈ સોઢા નદીમાંથી રેતી કાઢી ટ્રેક્ટરમાં ભરાવતાં હતાં. તે વખતે ગુલાબસિંહ પોતાના ઘરનું સંડાસ સરકાર તરફથી મંજુર થયેલ છે કે કેમ તે બાબતની પુછપરછ કરવા ડેપ્યુટી સરપંચ પાસે ગયાં હતાં. ડેપ્યુટી સરપંચે આ કામ મારામાં આવતુ નથી તેમ કહી તલાટીને પુછી લેવા જણાવ્યું હતું. 

આ બાબતને લઈ બંને વચ્ચે તુતુ...મેમે થઈ હતી અને ઉશ્કેરાઈ ગયેલા ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ સોઢા નજીકમાંથી પાવડો લઈ આવી પાવડાની મુદર મારી ગુલાબસિંહને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ગુલાબસિંહ પ્રભાતસિંહ સોઢાપરમારની ફરિયાદને આધારે મહુધા પોલીસે રાજેશભાઈ રાવજીભાઈ સોઢા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:47 pm IST)