ગુજરાત
News of Tuesday, 16th July 2019

પ્રવાસન ક્ષેત્રે ૧૪ ટકા વૃદ્ધિ : મહાત્મા ગાંધી જયંતિ વર્ષની ઉજવણીઃ પોણા ત્રણ લાખ લોકો સીમા દર્શને

ગાંધીનગર, તા. ૧૬: આજે વિધાનસભામાં પ્રવાસન મંત્રીએ જણાવેલ કે, પ્રવાસીઓની બાબતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક ૧૪ ટકા વૃદ્ધિ દર નોંધાયેલ છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે. પ્રવાસનના વિકાસની ગતિને વેગવંતી બનાવવા માટે વર્ષ ર૦૧૯-ર૦માં ચાલુ બાબતો હેઠળ રૂ. ૪૦૧ કરોડ અને નવી બાબતો હેઠળ રૂ.૭૧ કરોડ મળી કુલ રૂ. ૪૭ર કરોડની જોગવાઇ સુચવેલ છે.

પ્રવાસન મંત્રીએ જણાવેલ કે દેશની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮ર મીટર ઉંચી પ્રતિમાનું લોકાર્પણ ૩૧ ઓકટોબર ર૦૧૮ના રોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું. જેમાં પ્રવાસીઓ ર થી ૩ દિવસ રોકાઇ શકે તે માટે સાધુ બેટમાં ૭૦ હજાર ચો.મી.માં અદ્યતન સુવિધાપૂર્ણ ર૪૦ જેટલા કાયમી ટેન્ટ ઉભા કરી આકર્ષક ટેન્ટસીટી બનાવવામાં આવી છે. આ કામગીરી માત્ર એક મહિનાના ટુંકાગાળામાં પૂર્ણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત, ૬૦ યુવક-યુવતિઓને ટુરિસ્ટ ગાઇડની ખાસ તાલીમ અપાઇ છે. આ પ્રયાસ થકી સ્થાનિક લોકોને પણ રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ થઇ છે.

વિવિધ કાર્યક્રમો યોજાયેલ છે. મહાત્મા ગાંધીજી દ્વારા આ સમયગાળા દરમ્યાન પોતાના મોટા ભાગના વર્ષો જયાં વિતાવવામાં આવ્યા તે સ્થળો અંગે સમગ્ર વિશ્વ માહિતગાર થાય છે તે હેતુથી નિગમ દ્વારા ગુજરાતભરમાં મહાત્મા ગાંધીજીના જીવનને સ્પર્શતી અલગ અલગ સ્થળો જેવા કે દાંડી માર્ચ ટુરીઝમ સર્કીટ, રાજકોટ, સાબરમતી, પોરબંદર, નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ પર વિવિધ થીમ આધારીત કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જે અંતર્ગત રૂ.૧પ કરોડની જોગવાઇ સૂચવેલ છે.

કેન્દ્ર સરકાર પુરસ્કૃત પ્રસાદ સ્કીમ અન્વયે દેશના ૧૭ મહત્વના પવિત્ર યાત્રાધામોના વિકાસની મહત્વાકાંક્ષી યોજનામાં ગુજરાતના બે પવિત્ર યાત્રાધામો દ્વારકા અને સોમનાથનો સમવેશ કરવામાં આવેલ છે.

દ્વારકાધીશ મંદિર, ગોમતી ઘાટ, ઋષમણી મંદિર (ડેકોરેટીવ લાઇટીંગ), રેલ્વે અને બસ સ્ટેશનનું નિર્માણ વગેરેમાં ઇન્ટરવેન્શન (પ્રવાસી માહિતી કેન્દ્ર) રૂ. ર૩પપ લાખના ખર્ચે.

પાર્કીંગ, રેસ્ટોરન્ટ, ટોયલેટ બ્લોક, સોલાર લાઇટીંગ, દુકાનો, પ્રવાસન સુવિધા કેન્દ્ર અને ધન કચરા વ્યવસ્થાપન પદ્ધતિ રૂ.૩૭૪૪ લાખના ખર્ચે વિકાસ થશે.

(3:58 pm IST)