ગુજરાત
News of Monday, 15th July 2019

રાજ્યના સૌથી લાંબા વડોદરાના ફ્લાય ઓવરનું કામ બાબા આંબેડકરની પ્રતિમાને લીધે અટકાવ્યું

કોન્ટ્રાકટરે કહ્યું પ્રતિમા હટાવવી પડશે :દલિત આગેવાનોએ કર્યો વિરોધ ;ઉગ્ર આંદોલનની ચીમકી

 

વડોદરા ;રાજ્યનો સૌથી લાંબો વડોદરાના ફલાયઓવર બ્રીજની કામ અટકાવ્યું છે  સૌથી લાંબા ફલાયઓવર બ્રીજનું કામ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કારણે અટકાવી દેવાયું છે. જાણવા મળ્યા મુજબ ફ્લાયઓવરની વચ્ચે આવી રહેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના કારણે બ્રીજનું કામ અટકયું છે. અને કોન્ટ્રક્ટરે જણાવ્યું છે, કે પ્રતિમાં હટાવાથી બ્રિજનું કામ આગળ ચાલી શકશે. ત્યારે દલિત સમાજના આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રતિમાં હટાવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ચાર કિલોમીટર ગુજરાતનો સૌથી લાંબો ફલાયઓવર બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. અંદાજિત 250 કરોડથી વધુના ખર્ચે બની રહેલા બ્રીજનું કામ રેસકોર્સ સર્કલ પાસે કોન્ટ્રાકટરે અટકાવી દીધુ છે. રેસકોર્સ સર્કલ પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હોવાથી તે બ્રીજ બનાવવાના કામમાં વચ્ચે આવી રહી છે જેના પગલે કોન્ટ્રાકટરે પાલિકાને પ્રતિમા હટાવવી પડશે તો કામ આગળ વધશે તેમ કહ્યું છે.

કોન્ટ્રાક્ટરે પ્રતિમા હટાવાની વાત કરતા પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ અવઢવમાં મુકાયા છે. પાલિકા કોઈ નિર્ણય લે તે પહેલા દલિત સંગઠનોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. દલિત નેતાઓ બાબા સાહેબની પ્રતિમા હટાવ્યા વગર બ્રીજ બનાવવાની માગ કરી રહ્યા છે. તેમજ પ્રતિમા હટશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે.

(12:25 am IST)