ગુજરાત
News of Monday, 16th July 2018

તારાપુરના વરસડા-ગોલાણા નહેરમાંથી યુવતીની લાશ મળી આવતા તપાસ હાથ ધરાઈ

તારાપુર: તાલુકાના વરસડા-ગોલાણા નહેરમાંથી આજે સવારના સુમારે એક ૩૫ વર્ષની યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. તારાપુર પોલીસે લાશે બહાર કાઢીને પીએમ કરાવવાની તજવીજ હાથ ઘરી છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેના વર્ણનના આધારે વાલીવારસોની શોધખોળ હાથ ઘરી છે. પ્રાથમિક તપાસમાં લાશ ડી કમ્પોઝ થઈ ગયેલી છે જેને લઈને ત્રણ-ચાર દિવસ પહેલા મૃત્યુ થયું હોય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 

(5:52 pm IST)