ગુજરાત
News of Wednesday, 16th June 2021

પાટણા ગામમાં રૂપિયાની માંગ કરતા પિતાને પુત્રએ માર મારતા સારવાર દરમ્યાન પિતાનું મોત : હત્યાનો ગુનો નોંધાયો


( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પાટણા ગામમાં નજીવી બાબતે પુત્રએ પિતાને માર મારતા પિતાનું સારવાર દરમ્યાન મોત થતા હત્યાનો ગુનો દાખલ થયો છે
  પ્રાપ્ત માહિતી મુજબ હર્ષિલાબેન જયેશભાઇ રાવની ફરીયાદ અનુસાર તેમના પુત્ર મંથન જયેશભાઇ રાવ પાસે મંથનના પિતા જયેશભાઇ મુળજીભાઈ રાવ ( ઉ.વ.૫૨)( રહે.પાટણા રાવ ફળીયુ તા.નાદોદ ) એ તા .૧૩ જૂનની સવારે ૯.૦૦ વાગે પુત્ર મંથન પાસે રૂપિયાની માંગણી કરતા મંથને રૂપિયા નહી આપતા બન્ને વચ્ચે ઝગડો થતા પુત્રએ પિતાને છાતીમાં બે - ત્રણ મુક્કા મારી ઇજા કરતા પિતાને રાજપીપલા દવાખાનામાં સારવાર માટે દાખલ કરેલ જે સારવાર દરમ્યાન તા.15 જૂને તેમનું મોત થતા આમલેથા પોલીસે પુત્ર મંથન વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(10:26 pm IST)