ગુજરાત
News of Wednesday, 16th June 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ જાહેરાત:તાઉ'તે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને પ્રતિ એકર રૂ. 3000 ની આર્થિક સહાય અપાશે

અમદાવાદ : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં મીઠું પકવતા અગરિયાઓ પ્રત્યે સંવેદના દાખવીને તેમને પ્રતિ એકર રૂપિયા 3000 ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
તાઉ'તે વાવાઝોડા દરમિયાન અગરિયાઓને પણ  નુકસાન થયું હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક માહિતી મેળવવામાં આવી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અગરિયાની ચિંતા કરીને તેમને પણ આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે. 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂપિયા 3000 ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે

 .ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આજે આ મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, સૌરભભાઇ પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને વરિષ્ઠ  અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

(8:06 pm IST)