ગુજરાત
News of Wednesday, 16th June 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાતના હજારો કેદીઓને ઉગારવા ધમધમાટ

રાજ્ય સરકારના પગલે પગલે ગુજરાતનું જેલ તંત્રએ પણ આગોતરા આયોજનની દિશામા ડગ માંડ્યા : મેડિકલ સાધનો અને સ્ટાફ સાથે ૬ એમ્બ્યુલન્સ તુરત ખરીદાશે, તમામ જેલોમાં ઓકિસજન મશીન મુકાશે, મોટા ભાગના કેદીઓને વેકસીનના બંને ડોઝ,ગુજરાતના જેલ વડા ડૉ.કે. એલ.એન.રાવ ટીમ દ્વારા અથાગ જહેમત

રાજકોટ તા.૧૬, કોરોના મહામારીના પ્રથમ દોરમાં લોકોને બેડ મળવામાં કે ઓકિસજન મળવામાં બહુ મુશ્કેલી નપડી, પ્રોપર દવા ન હોવા છતાં લાખોના બિલ બન્યાની ફરિયાદી ઊઠી તે અલગ બાબત છે. પરંતુ ગુજરાત સહિત દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેરમાં માત્ર સામાન્ય લોકો જ નહિ, નાણાવાળા અને ખૂબ લાગવગ ધરાવતા લોકો પણ બેડ, ઓકિસજન અને દવા ઇંજેકેશન માટે લાચાર બન્યા હતા. વિવિધ રાજ્યોની સરકાર કેન્દ્ર માથે પણ માછલાં ધોવાયા હતા. ઉકત બાબત ધ્યાને લઇ સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાતના તંત્ર દ્વારા ઊંઘતું ન ઝડપાઇ જવાઈ તે માટે આયોજન ગોઠવાઇ રહ્યું છે. ત્યારે પોતાની નૈતિક ફરજ સમજી ગુજરાતના જેલ વડા દ્વારા પણ હજારો કેદીઓને સંભવિત ત્રીજી લહેર સામે ઢાલ બનવા નિર્ધાર કર્યો છે.                                           

કોરોના પ્રથમ લહેરથી જ કોરોના મહામારીનો ગંભીરતા સમજી ચૂકેલા ડો. કે.એલ.એન.રાવે સંભવિત ત્રીજી મહામારી સામે તમામ મેડિકલ સાધનો સાથે ૬ એમ્બ્યુલન્સ પ્રાથમિક ધોરણે અત્યારથી જ ખરીદવા સાથે તમામ જેલમાં ઓકિસજન મશીન મૂકવાની દીશામાં પગરણ મંડાયા છે.  

અત્રે યાદ રહે કે ગુજરાત જેલમાં ૧૫ હજાર કેદીઓમાંથી ૧૦ હજારથી વધુ કેદીઓને વેકિસન આપી દેવામાં આવ્યા છે. પ્રથમ લહેરથી જ ખૂબ જાગૃત એવા ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ  દ્વારા તમામ જેલ સેનીટેશન, આઈસોલેટેડ  વોર્ડ, નિયમિત બેરેક સેનેટાયઝ ,જેલ તબીબોને નિષ્ણાત તબીબ પાસે તાલીમ, જેલમાં લાવતા પહેલા કેદીઓનો કોરોના ટેસ્ટ સહિત ચુસ્ત અમલ કરાવેલ.                               

 જેલમાં રહેલ હળવી સજા અને કાચા કામના કેદીઓને પેરોલ મુકત કરવા માટે સુપ્રીમ અદાલતના આદેશ પગલે ઝડપી નેટવર્ક ગોઠવાયેલ. તેમની આખી ટીમ સક્રિય રહેતા ઘણા સંક્રમિત બનેલ આમ છતાં ઓછામાં ઓછાં કેદીઓ ભોગ બને તેવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા ડો.રાવ દ્વારા ગોઠવવામાં આવેલ,જેની નોંધ રાષ્ટ્રિય. ચેનલના માધ્યમથી કેન્દ્ર સુધી લેવામાં આવેલ. 

(3:19 pm IST)