ગુજરાત
News of Wednesday, 16th June 2021

રાજ્યમાં આગામી બે દિવસ અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના

કાલે વાદળછાયુ વાતાવરણ રહેશે: 20-21 જૂનથી વરસાદ વધશે

અમદાવાદઃ હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડા થયેલા વરસાદ પછી વાતાવરણમાં પલટો આવતા અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જે બાદ હવામાન ખાતાની આગાહી અનુસાર 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયુ વાતાવરણ રહેશે. 17 અને 19 જૂનના રોજ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20-21 જૂનથી વરસાદ વધશે.

(1:29 pm IST)