ગુજરાત
News of Sunday, 16th June 2019

સુરતના ડિંડોલીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી યુવકની સરાજાહેર કરપીણ હત્યા

મૃતક પ્રેમ પાટીલ 3 મહિના પહેલા જ પરણેલો:ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો.: ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

સુરતના ડીંડોલી વિસ્તારમાં તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકીને એક યુવકની સરા- જાહેરમાં કરપીણ હત્યા કરી દેવાયા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે

   જાણવા મળ્યા મુજબ પ્રેમ પાટીલ નામના યુવકની હત્યા બાદ ડીંડોલી પોલીસ સહિત ડીસીપી, એસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જો કે ઘટનાને અંજામ આપીને હત્યારા ફરાર થઇ ગયા છે. ત્યારે હાલમાં હત્યાનું કારણ અકબંધ છે

 . મળતી માહિતી મુજબ મૃતક પ્રેમ પાટીલ 3 મહિના પહેલા જ પરણેલો હતો. અને તે ડાયમંડ કંપનીમાં કામ કરતો હતો.

(10:34 pm IST)