અમદાવાદમાં બે સ્થળોએ તોતિંગ વૃક્ષ ધરાશાયી :મણિનગરમાં વૃક્ષ રીક્ષા માથે પડતા યુવતીનું કરૂણમોત : એક વ્યક્તિને ઇજા
અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદ પડ્યો હતો શહેરમાં બે જગ્યાએ વૃક્ષ પડ્યાં છે જેમાં એક દુર્ઘટના મણિનગરમાં બની છે જેમાં વૃક્ષ ચાલુ રીક્ષા પર પડતા યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય દુર્ધટનામાં રીક્ષા પર વૃક્ષ પડતા એક વ્યક્તિને ઇજા પહોંચી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે આજે સવારે અખબારનગર નવા વાડજમાં એક રીક્ષા પર વૃક્ષ પડ્યું હતું. રીક્ષામાં બે વ્યક્તિઓ બેઠા હતાં જેમાથી એક વ્યક્તિને ઇજા પહોંચતા તેને દવાખાને સારવાર માટે લઇ જવામાં આવ્યો છે.
આ રીક્ષાનાં માલિક પ્રતાપભાઇનાં કહ્યાં પ્રમાણે આજે બપોરે એક વાગ્યાની આસપાસ તેઓ રીક્ષા પાર્ક કરીને જમવા માટે ગયા હતાં. તેમના ગયા પછી અંદર રીક્ષામાં બે જણ બેઠા હતાં. અને ત્યારે જ વૃક્ષ ઘરાશયી થયું હતું