ગુજરાત
News of Sunday, 16th June 2019

ગુજરાત-સૌરાષ્ટ્રમાં આજે વરસશે ધીમી ધારે વરસાદ

રાજકોટ :  સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે વહેલી સવારથી કેટલાક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમરેલી ૬ મી.મી., નવસારી (ચીખલી) ૬ મીમી, બોટાદના ગઢાડામાં પ મીમી, નવસારીના ગણદેવી ૧પ મીમી, સુરત કામરેજ ૧૧ મીમી, અમદાવાદ બાવળામાં પ મીમી, ભરૂચમાં ૭, લાઠીમાં ૬ મીમી વરસાદ નોંધાયો છે.

જયારે સુરતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે લોકોને ગરમીમાં રાહત મળી છે.

 

(3:20 pm IST)