ગુજરાત
News of Sunday, 16th June 2019

સુરતમાં રાંદેર વિસ્તારમાં 108 ટીમની કાબિલેદાદ કામગીરી મોબાઈલની ફ્લેશ લાઈટથી એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી

ભારે પવન અને વરસાદ ચાલુ હોય લાઈટ પણ ન હોવાથી મોબાઈલની ફ્લેશ લાઈટ કરી

 

સુરતમાં રાંદેર લોકેશનની 108 ટીમે કાબિલેદાદ કામગીરી કરી હતી મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ વડે ડિલિવરી કરાવી લોકોને અચંબિત કરી દીધા હતા

  અંગે મળતી વિગત મુજબ રાંદેરમાં ગૌરવપથ રોડ પર કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કરતા યોગેશભાઈના પત્નીને ડિલિવરીનો દુખાવો ઉપડયો હતો. જેથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવી હતી. સમયે અતિશય પવન અને વરસાદ ચાલુ હતો અને લાઈટ પણ હોવાથી 108માં ડિલિવરી કરવાનો નિર્ણય કરાયો.અને 108ના સ્ટાફે મોબાઇલની ફલેશ દ્વારા એમબ્યુલન્સમાં ડિલિવરી કરાવી. જોકે જન્મેલા બાળકને ગર્ભનાળના કારણે શ્વાસમાં તકલીફ હોવાથી સિવિલ હોસ્પીટલમાં લવાયો હતો.

(10:54 pm IST)