ગુજરાત
News of Saturday, 15th June 2019

રાજ્યમાં હવે આગામી 30મી સુધી સરકાર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરાશે ;તારીખ લાંબાવાઇ

નવી દિલ્હીમાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ રાજ્ય મંત્રી રૂપાલા સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

 

અમદાવાદ : દિલ્હીમાં નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા માટે ગયેલા મુખ્ય મંત્રી વિજયભાઈ  રૂપાણીએ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને કૃષિ રાજ્ય મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી

 . બેઠક રાજ્યનના ખેડૂતો માટે સારા સમાચાર લઈ આવી છે. બેઠકમાં કેન્દ્ર સરકારે રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ લંબાવાનો નિર્ણય કર્યો હતોગુજરાતમાં હવે આગામી 30મી જૂન સુધી સરકાર ટેકાના ભાવે રાયડાની ખરીદી કરશે.
  
મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે બેઠક યોજીને રાજ્યના ખેડૂતોના હિતકારી વિષયો અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો. તેમણે કિસાન કલ્યાણ નિધિ યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના સહિતની મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા બેઠકમાં હાથ ધરી હતી. મુખ્યમંત્રીના નેતૃત્વમાં અને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતીમાં કૃષિમંત્રી આર. સી. ફળદુ અને મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ મંત્રીને મળ્યું હતું

(1:20 am IST)