ગુજરાત
News of Saturday, 16th June 2018

સુરતમાં ફ્લેટ-દુકાન આપવાના બહાને 19.68 લાખની છેતરપિંડી આચરનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં મકાન-દુકાન અપાવવાના બહાને જરૃરિયાતમંદો સાથે છેતરપિંડી કરનાર  ભરથાણાની હેમલતા ચૌધરી અને ટોળકી વિરૃદ્ધ રૃ. ૧૯.૬૮ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મુખ્યમંત્રી આવાસ યોજનામાં સસ્તામાં ફલેટ અને દુકાન અપાવવાના બહાને જરૃરીયાતમંદો પાસે નાણાં ઉઘરાવી બોગસ રસીદો આપી તેમજ ખોટો પઝેશન લેટર આપી છેતરપિંડી કરનાર  હેમલતાબેન કાળીદાસ ચૌધરી (રહે. બી-૯૯, આશીર્વાદ વિલા, ન્યુ સીટીલાઇટ રોડ, ભરથાણા, સુરત) અને સાગરિતો વિરૃદ્ધ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે હેમલતાની ધરપકડ કરી હતી.

(6:11 pm IST)