News of Saturday, 16th June 2018
આણંદના જીટોડીયા રોડ પર પરિણીતા દૂધ લેવા જતા તસ્કરોએ મકાનમાં હાથફેરો કર્યો
આણંદ: શહેરના જીટોડીયા રોડ ઉપર આવેલા વે બ્રીજની પાછળની આનંદ સોસાયટીમાં ગઈકાલે વહેલી સવારના સુમારે પરિણીતા મકાનને હેન્ડલ મારીને દૂધ લેવા ગઈ એ દરમ્યાન ઘરમાં ઘુસેલા તસ્કરો ૭૫૦૦ની મત્તા ભરેલું પર્સની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભાનુપ્રસાદ હિરાલાલ પંડ્યાની પત્ની ગઈકાલે સવારના સાતેક વાગ્યાના સુમારે ઘરેથી દૂધ લેવા માટે ઘરનું હેન્ડલ મારીને ગયા હતા પંદર મિનિટ બાદ પરત આવતાં પ્રથમ રૂમમાં મૂકેલ કાળા કલરનું પર્સ ગાયબ હતુ જેમાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, રોકડા ૬ હજાર તથા ૧૫૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળીને કુલ ૭૫૦૦ની મત્તા મૂકી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
(6:09 pm IST)