ગુજરાત
News of Saturday, 16th June 2018

મોડીરાત્રે વડોદરાના લંપટ ડોક્ટરની ધરપકડ

પોલીસ ડોક્ટરની પણ ફરિયાદ લેશે:અપહરણ કરીને ખંડણી માંગવાનો કેસ નોંધશે

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર મચાવનારા લંપટ ડોક્ટરની વડોદરા પોલીસે આ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. આ લંપટ ડોક્ટર મહિલા દર્દીઓને પોતાની કામજાળમાં ફસાવીને તેમની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. ડોક્ટરની આ કામલીલાના વીડિયો વાઈરલ થતા હોબાળો મચ્યો છે.

મોડી રાતે વડોદરા પોલીસે આ ડોક્ટરને દબોચ્યો છે વીડિયો વાઈરલ થતા ડોક્ટર ફરાર થઈ ગયો હોવાનું કહેવાતું હતું. જો કે પોલીસ ડોક્ટરની પણ ફરિયાદ લેશે. ડોક્ટરનું અપહરણ કરીને ખંડણી માંગવાનો કેસ રજિસ્ટર કરાશે. ડોક્ટરની દુષ્કર્મના ગુના બદલ ધરપકડ કરાઈ છે.

 

(12:43 pm IST)