ગુજરાત
News of Sunday, 16th May 2021

ગુજરાતમાં રિકવરી રેટ સુધરી ગયો: એક્ટિવ કેસ એક લાખથી નીચે ગયા: નવા કેસ કરતા સાજા થવાનો આંક ઘણો મોટો થયો

ગુજરાતમાં કોરોના રિકવરી રેઈટ સુધરીને ૮૫ ટકા થયો છે. એક્ટિવ કેસનો આંક એક લાખની નીચે જતો રહ્યો છે. ગુજરાતમાં આજે નવા ૮૨૧૦ કેસ નોંધાયા, ૮૨ મૃત્યુ થયા જ્યારે ૧૪૪૮૩ કોરોના દર્દીઓ સાજા થયા છે. નવા કેસ કરતા છ હજાર લોકો વધુ સાજા થયા છે. ગુજરાતની હોસ્પિટલો અને આરટી-પીસીઆર ટેસ્ટ માટેની લાઈનો લગભગ અદ્રશ્ય થઇ ગઇ છે.

(7:49 pm IST)