ગુજરાત
News of Sunday, 16th May 2021

દબાણ હટાવવા ગયેલી ટીમ ઉપર માલધારીઓનો હુમલો

સુરતમાં રામજી-લાલા ભરવાડની દાદાગીરી : બોર્ડની જમીન ઉપર સ્થાનિક માથાભારે રામજી-લાલાએ હાઉસીંગ બોર્ડની જમીનમાં દુકાનો બનાવી ભાડે આપી દીધી

સુરત,તા.૧૬ : અમરોલી છાપરાભાઠા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા પર માલધારીઓ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલા તબેલા અને બે દુકાનોનું દબાણ દુર કરવા માટે બોર્ડના કર્મીઓ જતાં તેમના પર જીવલેણ  હુમલો કરાયો હતો. જોકે આ દબાણ દૂર કરવા માટે અગાઉ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નોટિસ અપાઇ હતી. નોટિસ મળ્યા બાદ માલધારીઓએ મંદિર બાંધવાનું શરૂ કરી દીધું હતું. ૧૪મી મેના દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડના ૯ કર્મચારીઓ અમરોલી છાપરાભાઠા રોડ પર દબાણની જગ્યા ખાલી કરાવવા માટે જતા માલધારીઓએ જીવલેણ હુમલો કર્યો હતો જોકે આ હુમલા લઇને આ કર્મચારી ધવરા નોંધવામાં આવી છે. બનાવની વિગતો એવી છે કે  સુરતના અમરોલી છાપરાભાઠા કોસાડ રોડ સ્થિત ૧૧૫૬ એમ.આઇ.જી સોસાયટી પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડની જમીન ખાતે એક મહિના અગાઉ બોર્ડના કર્મચારીઓ જમીન માપણી માટે ગયા હતા

          ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે બોર્ડની જમીન પર સ્થાનિક માથાભારે રામજીભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડ ગુજરાત હાઉસીંગ બોર્ડ, અમરોલીએ જમીન પર ગેરકાયદેસર કબજો કરી તેમાં દુકાનો બનાવી ભાડે આપી દીધી છે. ઉપરાંત, ચાલી બનાવી ઘર ભાડે આપી દીધા છે અને એક દુકાનમાં મંદિર પણ બનાવી દીધું છે. આથી બોર્ડના અધિકારીઓએ તેમને જગ્યા ખાલી કરવા સૂચના આપી હતી. છતાં તેમણે જગ્યા ખાલી કરી નહોતી. દરમિયાન, ગત સવારે બોર્ડના આસી. એન્જીનીયર પરમભાઈ ભરતકુમાર રાંદેરી ( ઉ.વ.૩૦, રહે. ઘર નં.૩૧, ચાઇના ટાઉન સોસાયટી, ન્યુ સીટીલાઇટ, સુરત ) ડે.એન્જીનીયર રાજેન્દ્રભાઇ, કર્મચારી વિજયભાઈ ગરચર અને સ્ટાફ સાથે જગ્યા ખાલી કરાવવા સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ ત્યાં હાજર રામજી ભરવાડે જગ્યા ખાલી કરવા ઇક્નાર કરતા સ્ટાફ તબેલા અને દુકાનનો સરસામાન કાઢવા ગયો ત્યારે રામજી ભરવાડે વિજયભાઈને તમાચો મારી તબેલામાંથી પાઈપ લાવી ડે.એન્જીનીયર રાજેન્દ્રભાઇને ડાબા હાથે મારતા ઇજા થઈ હતી.

(7:40 pm IST)