ગુજરાત
News of Sunday, 16th May 2021

અમદાવાદમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની વેસ્ટઝોનમાં શરૂઆત કરાવતા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા

મંત્રી જાડેજાએ મોટેરા ધન્વંતરિ રથ , સુભાષ બ્રિજના ટેસ્ટિંગ ડોમ અને જુના વાડજ મ્યુનિ, સ્કૂલમાં સંજીવની ઘર સેવા ટીમની મુલાકાત લીધી

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન બાદ અમદાવાદમાં મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં આજે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા વેસ્ટ ઝોનના9 વોર્ડમાં અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆતના ભાગરૂપે પ્રદિપસિંહ જાડેજાએ મોટેરા ધન્વંતરિ રથની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમને સુભાષ બ્રિજ ખાતે આવેલા ટેસ્ટિંગ ડોમની મુલાકાત પણ લીધી હતી. ત્યાર બાદ જૂના વાડજ મ્યુનિસિપલ સ્કૂલમાં સંજીવની ઘર સેવા ટીમની મુલાકાત લીધી હતી અને તેમના કામની સમિદા કરી હતી. જૂના વાડજ રસીકરણ સેન્ટરની મુલાકાત લીધા બાદ સમરસ હોસ્ટેલ covid કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. આમ વેસ્ટ ઝોનના અલગ અલગ વોર્ડમાં અલગ અલગ કામગીરીની સમીક્ષા કરી હતી.

ગૃહમંત્રીની મુલાકાત દરમ્યાન મેયર ,ડેપ્યુટી મેયર , સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ,પક્ષના નેતા, દંડક, વગેરે હાજર રહ્યા છે. ગૃહમંત્રી દ્વારા દરેક વોર્ડ કોર્પોરેટરને બહાર આવીને લોકોને મદદ કરવાની સલાહ આપી હતી. તેમજ દરેક કોર્પોરેટરોએ બીજા વોર્ડ કરતા પોતાના વોર્ડને બહેતર બનાવવાની સ્પર્ધા કરવાની વાત પણ કરી હતી.

(6:11 pm IST)