ગુજરાત
News of Sunday, 16th May 2021

વિજયભાઈ રૂપાણીની ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય ના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની સમીક્ષા બેઠક : વાવાઝોડાની સંભાવનાને પગલે તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશ

ગાંધીનગર:::મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રાજ્ય ના  ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની  સમીક્ષા બેઠક કરી છે.

 ગુજરાતમાં આગામી કલાકોમાં તાઉ'તે  વાવાઝોડાની સંભાવનાને પગલે તમામ જિલ્લાઓના વહીવટીતંત્રને સ્ટેન્ડ-ટુ રહેવાના આદેશો કરવામાં આવ્યા છે.  વાવાઝોડાની   વર્તમાન સ્થિતિ અને રાજ્ય સરકારના આગોતરા આયોજનની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં તાકીદની બેઠક બોલાવી છે.

 આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય  અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્ય અધિક સચિવ શ્રી  પંકજ કુમાર અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે.

(4:48 pm IST)