ગુજરાત
News of Sunday, 16th May 2021

રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજ દ્વારા બની રહેલા સ્મશાનમાં ડેડ બોડી મુકવા કોલ્ડ સ્ટોરેજ ની સુવિધા પણ ઉભી કરાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના યુવાનો દ્વારા અદ્યતન સ્મશાન (નવી ગેસની સગડી મુકવાની કામગીરી) નો પ્રોજેકટ હાથ ધરાયો છે જેમાં હવે ડેડ બોડી મુકવા કોલ્ડ સ્ટોરેજ સહિતની અનેક સુવિધાઓ ઉભી કરાશે તેમ સમાજના આગેવાનો દ્વારા જાણવા મળ્યું છે.
 આ અદ્યતન સ્મશાન માટે નર્મદા જિલ્લા કલેકટર ડી. એ. શાહ તરફથી ગેસ આધારિત સગડી માટે CSR  ફંડ હેઠળ રૂ. ૧૫ લાખ તથા ધી નર્મદા ખાંડ ઉદ્યોગ લી. ધારીખેડા દ્વારા ઘનશ્યામભાઈ પટેલ તરફથી રૂ.5,00,000 નો સહયોગ પૂરો પાડવામા આવ્યો છે  આમ તંત્ર પ્રજાજનોના સહયોગને ધ્યાને રાખી આ પ્રોજેક્ટ વધુ સારી સુવિધા વાળો બનશે જેમાં એક ગેસ સગડીના બદલે હવે 2 ગેસ સગડી, ગેસની સગડી માટે બિલ્ડીંગ તથા અંડર ગ્રાઉન્ડ ટાંકી, ગાર્ડન, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, ડેડ બોડી મુકવા માટેનું કોલ્ડ સ્ટોરેજ જેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરવા નું આયોજન કરવામાં આવી રહ્યું છે જેનો અંદાજીત ખર્ચ લગભગ રૂ.95,00, 000 જેટલો થશે તેમ વૈષ્ણવ વણિક સમાજના ગુંજન ભાઈ મલાવીયા દ્વારા જાણવા મળ્યું છે

(10:14 pm IST)