ગુજરાત
News of Sunday, 16th May 2021

રાજપીપળા ટાઉન હોલ પાસે પાણીપુરીની લારી ઉપર 07 માણસો ભેગા કરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે ટાઉન હોલ પાસે ઉભેલી પાણીપુરીની લારી પર વધુ ગ્રાહકો એકઠા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ઇન્ચાર્જ પી.આઈ.એમ.બી. ચૌહાણની ફરિયાદ મુજબ શુક્રવારે રાત્રે ચેકિંગ માં હતા ત્યારે ટાઉન હોલ પાસે ઉભેલી પાણીપુરીની લારી પર સાતેક માણસોનું ટોળું ભેગું કરી જાહેરનામાનો ભંગ કરમાર અલ્પેશભાઈ ભગવાનસિગ કાછીયા(રહે. મોટા માછીવાડ રાજપીપલા ) ને પકડી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:09 pm IST)