ગુજરાત
News of Sunday, 16th May 2021

કોરોનાના લીધે મૃત્યુ પામનાર ખેડૂતોના પરિવારજનોને વીમાનું વળતર આપવા માંગ

સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડને રજૂઆત

અમદાવાદ : રાજયમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના સંક્રમણના કેસો પણ વધી રહ્યા છે. એમાં પણ જગતનો નાથ ખેડૂતો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.ખાતર સાથે ઇફકો દ્વારા ખેડૂ તોને આપવામાં આવતા ખાતર, અકસ્માત વીમા યોજનાનું સુરક્ષા કવચનો લાભ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોના અકસ્માત, બિમારીને આવરી લેવામાં આવે છે. આ વીમા સુરક્ષા કોરોનાની બીમારીનો પણ સમાવેશ કરી કોરોનામાં મૃત્યુ પામનાર ખેડૂતોના પરિવારજનોને વીમાનું વળતર આપવાની માંગણી સાથે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ રજૂઆત કરવામાં આવી છે.

રાજયમાં કોરોનાના લીધે ખેડૂતો મરી રહ્યા છે તેથી તેમના પરિવારજનોને યોગ્ય રાહત મળી રહે તે માટે લોકો દ્વારા ખાતરની ખરીદી સાથે ઇફકો દ્વારા આપવામાં આવતા ખાતર અકસ્માત વીમા યોજનાનો લાભ આપવાની માંગણી ઉઠી છે.

ઇફકો દ્વારા એક થેલી ખાતર દીઠ 4 હજારથી એક લાખ રૂપિયાની મર્યાદામાં કિસાન વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં કોરોનાની બીમારીનો પણ સમાવેશ કરવાની માંગણી સાથે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલ દ્વારા ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ નવી દિલ્હીના પ્રમુખ, ઉપપ્રમુખ અને MDને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે કોરોનામાં ઘણાબધા ખેડૂતો પણ મોત થયાં છે.તેમના પરિવારજનોને વીમાની રકમ મળી રહે તો તેમના પરિવારજનોને આર્થિક રાહત મળે

(8:53 pm IST)