ગુજરાત
News of Thursday, 16th May 2019

મા નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ લોહીથી પત્ર લખ્યો

ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને જિલ્લા કલેક્ટરના માધ્યમથી પત્ર મોકલાયો

 

ભરૂચ :ભરૂચવાસીઓએ પાવન નર્મદા પોતાનું અસ્તિત્વ નદીએ ગુમાવી દેતા હજારો માછીમાર, ખેડૂતો, પશુપાલકો બેરોજગાર બનવા સાથે મા નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ  લોહીથી પત્ર લખ્યો છે. પત્ર ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને જિલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.

  ભરૂચ જિલ્લાની ભાગોળમાંથી વહેતી અને પાવન સલીલામાં નર્મદા નદી આજે નામશેષ થઈ જઈ રહી છે. નર્મદા નદીનું સ્થઆન દરિયાએ લઈ લેતા આજે જાગેશ્વરથી ઝનોર સુધીના નર્મદા પટમાં દરિયાના પાણી ફરી વળતા આજે નર્મદા નદી એક સફેદ રણ બની ગઈ છે. ત્યારે નર્મદા નદી લુપ્ત થવાના કારણે બેરોજગાર બનેલા 35 હજારથી વધુ માછીમારોની સ્થિતિ દયનીય બની ગઈ છે. નર્મદા નદીને પુનઃ બે કાંઠે વહેતી કરવા માટે માછીમાર સમાજ દ્વારા આંદોલનો કરાયા.

(11:36 pm IST)