ગુજરાત
News of Thursday, 16th May 2019

બહેનના લગ્નના ખર્ચને પહોંચી વળવા રૂપિયા ભેગા નહિ થતા હતાશ તરસાલીના યુવકે એસિડ પી લેતા કરૂણમોત

કડિયાકામ કરતા યુવકના પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું

 

સુરત :તરસાલી બાયપાસ રોડ રહેતા એક યુવકે બહેનના લગ્નના ખર્ચ માટે રૂપિયાનો બંદોબસ્ત થતાં એસીડ પી લેતા સૌંફર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું આવનારો લગ્ન પ્રસંગ પરિવારમાં શોકનો પ્રસંગ બન્યો હતો

   મળતી વિગત મુજબ તરસાલી બાયપાસ રોડ ઉપરના ઓમકાર શીખાફળિયામાં રહેતો 23 વર્ષીય ભાવેશ નરેન્દ્રભાઇ પરમાર કડિયાકામ કરતો હતો. પિતાનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું. માતા અને નાની બહેન સાથે રહેતા ભાવેશની આવક ખુબજ મર્યાદિત હતી. દરમિયાનમાં તેની નાની બહેનના લગ્ન 31 મેના દિવસે લેવાયા હતા.

   લગ્નના ખર્ચને પહોંચી વળી શકાય તેટલા પૈસા તેનાથી ભેગા થયા ના હતા. આથી તે હતાશ થઇને ગુમસુમ ફરતો હતો. દરમિયાનમાં ગત. 6ના રોજ સાંજે સાડા ચાર કલાકે પોતાના ઘરે એસીડ પી જતાં તબિયત લથડી હતી. તેને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી તપાસ હાથધરી હતી.

(11:04 pm IST)