ગુજરાત
News of Thursday, 16th May 2019

ભરૂચ રિલાયન્સ કોલોનીના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા એક કર્મચારીનું મોત:સહકર્મીમાં ઘેરા શોકની લાગણી

કોલોનીના કર્મીઓ ન્હાવા પડયા હતા.:અંકિર ગર્ગ નામનો યુવાન ડૂબી જતા મોત

ભરૂચ રિલાયન્સ કંપનીમાં નોકરી કરતા અને રિલાયન્સ કોલોનીમાં રહેતા રિલાયન્સ કર્મીઓ કાળઝાળ ગરમી હોય કોલોનીમાં આવેલ સ્વીમીંગ પુલમાં ન્હાવા પડ્યા હતા. જેમાં એક કર્મીનું ડૂબી જવાના પગલે કરીણ મોત નીપજવાની ઘટના ઘટતા કંપનીના સહકર્મીઓમાં શોકની કાલીમા છવાઇ હતી.

    ભરૂચ ખાતે રિલાયન્સ કોલોનીમાં આવેલ સ્વીમીંગ પુલમાં રિલાયન્સ કોલોનીના કર્મીઓ ન્હાવા પડયા હતા.જેમાં અંકિર ગર્ગ નામનો યુવાન ડૂબી જતા મોતને ભેટ્યો હતો. આ ઘટનાના પગલે રિલાયન્સ કોલોનીમાં રહેતા કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાવા પામી હતી. આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

(8:27 pm IST)