ગુજરાત
News of Thursday, 16th May 2019

દલીતો અત્યાચારના વિરોધમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભુજમાં ધરણાં

ભાજપ ના શાસનમાં કાયદો વ્યવસ્થા સંદતર નિષફળ નીવડી

ભુજ :ગુજરાતમાં ભાજપ સરકારના શાસનમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ વધવા પામી છે તેવા આક્ષેપ સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભુજમાં ધરણાં કરવામાં આવ્યા હતા.

   અરવલ્લીમાં દલિતોના વરઘોડા પર રોક લગાવવાનો મામલો હોય કે દલિતો સાથે ભેદભાવ અને જોહુકમી નું રાજ ભાજપ સરકારના શાસનમાં કાયદો વ્યવસ્થા સંદતર નિષફળ નીવડી હોવાનો આક્ષેપ કરાયો છે.

 ભુજ માં કલેક્ટર કચેરી સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.સાથે સરકારનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો છે.

(8:22 pm IST)