ગુજરાત
News of Thursday, 16th May 2019

તાપી જિલ્લાના 70 જેટલા ગામોમાં પાણીની સમસ્યા સર્જાતા તંત્ર સામે સવાલો

તાપી: જિલ્લાનાં ગુણસદા ગામે પાણી પુરવઠા વિભાગે ગત માર્ચ માસમાં શરૂ કરેલી રૂ.રપ૬ કરોડની કાકરાપાર જૂથ યોજનામાં સમાવેશ ત્રણ તાલુકાનાં ૧૬૦ ગામોમાંથી ૭૦ ગામમાં પીવાનું પાણી મળતું બંધ થઈ જતા સરકારની યોજનાઓની મોટી મોટી વાતોની સરકારે જ તટસ્થ તપાસ કરવી જરૂરી છે.

ગુજરાત રાજ્યમાં પીવાનાં પાણીની ચારેકોર બૂમો પડી રહી છે. જેમાં પરશુરામની ભૂમિ તાપીથી વાપી સુધી સુખી સંપન્ન વિસ્તારમાં વર્ષો બાદ ચારેય તરફથી પાણીની બૂમો શરૂ થઈ છે. ર૩ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકારની પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણી માટેની ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાની તમામ કેનાલો સીમેન્ટ ક્રેકીટની બનાવવાની નીતિ પાણીની બૂમો માટે મુખ્ય જવાબદાર છે. સરકારનાં સિંચાઈ વિભાગ અને પાણી પુરવઠા વિભાગની ટૂંકાગાળાની નીતિ અને યોજના પીવાનાં પાણીની સમસ્યા માટે મુખ્ય જવાબદાર બની રહી છે. 

(5:39 pm IST)