સુરતના ગોપીપુરા વિસ્તારમાં નશેબાજ પુત્રએ ઘરમાં ત્રાસ ગુજારતા કંટાળી ગયેલ પિતાએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો
સુરત:ગોપીપુરા વિસ્તારમાં દારૂના રવાડે ચઢી ગયેલા દિકરાની ઘરમાં છેલ્લા ધણા સમયથી ચાલતી ધમાલથી ત્રાસી જઇને બાપે આજે તિક્ષ્ણ શસ્ત્ર વડે દિકરાના શરીર પર ૨૫ થી ૩૦ ઘા મારીને મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી.
સુરતના ગોપીપુરા બડેખા ચકલા વિસ્તારમાં રહેતો નિલેશ મંગુ રાઠોડ (ઉ.વ.૨૬) કામ ધંધા વગરનો બેકાર રખડવાની સાથે જ દારૂની લતે ચઢી ગયો હતો. દારૂ પીવાના રૂપિયા નહી મળતા પત્ની સાથે મારઝુડ કરતો હતો. દરરોજ ઘરમાં ધમાલ કરતો હોવાથી પરિવારજનો ત્રાસી ગયા હતા. આજે પણ તેના પિતા મંગુ રાઠોડ સાથે રૂપિયા બાબતે ઝઘડો કરતા પિતા ઉશ્કેરાયા હતા. અને ઘરમાં પડેલ ધારીયા જેવુ તિક્ષ્ણ હથિયાર લઇને દિકરા પર તુટી પડયા હતા. દિકરાના શરીર પર ઉપરાછાપરી ૨૫ થી ૩૦ ઘા માર્યા હતા. દિકરાને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે અઠવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી છે.