ગુજરાત
News of Thursday, 16th May 2019

આણંદ નજીક જીઆઈડીસીમાંથી અચાનક ગૂમ થયેલ 6 વર્ષીય બાળક રેલવે સ્ટેશન પરથી મળી આવતા પરિવાર જનોએ રાહતનો શ્વાસ લીધો

આણંદ:નજીક આવેલી જીઆઈડીસીમાંથી ગુમ થયેલો ૬ વર્ષીય કિશોર આણંદના રેલવે સ્ટેશન પરથી હેમખેમ મળી આવતાં તેના પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૭થી તારીખના રોજ સવારના સુમારે મુળ રાજસ્થાનનો પરંતુ હાલમાં જીઆઈડીસીમાં રહેતો આર્યન હેમરાજભાઈ મીણા સવારના સુમારે ઘરેથી રીઝલ્ટ લેવા માટે સ્કૂલમાં જાઉ છું તેમ જણાવીને કયાંક ગુમ થઈ જવા પામ્યો હતો. જેથી તેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતાં આ અંગે તેના પિતાએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને પોતાની જાહેરાત આપતાં પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. 

(5:37 pm IST)