ગુજરાત
News of Thursday, 16th May 2019

કરમસદ: એક ફ્લેટ પર એક ફ્રીની લોભામણી જાહેરાત મૂકી 42 ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી 4.50 કરોડ પડાવનાર બિલ્ડર પોલીસના સકંજામાં

કરમસદ:શહેરથી ગાના તરફ જવાના રોડ ઉપર સાંઈધામ રેસીડન્સી નામની સાઈટ મૂકીને એક ફ્લેટની ખરીદી ઉપર એક ફ્લેટ મફતની સ્કીમ લોન્ચ કરી ૪૨ જેટલા ગ્રાહકો પાસેથી ૪.૫૦ કરોડની જંગી રકમ મેળવીને ફરાર થઈ ગયેલા બિલ્ડર નિખિલ રાજ્યગુરૂની વિદ્યાનગર પોલીસે આણંદમાંથી ધરપકડ કરીને વધુ તપાસ અર્થે બે દિવસના રીમાન્ડ પર મેળવ્યો છે. રીમાન્ડ દરમ્યાન આ કેસમાં સંડોવાયેલા બીજા શખ્સોની પણ ધરપકડ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. 

મળતી વિગતો અનુસાર સને ૨૦૧૮માં ગાના રોડ નિખિલ રાજ્યગુરૂ અને તેમના પત્નીએ ગાના રોડ ઉપર સાંઈધામ રેસીડેન્સી નામની સાઈટ મૂકીને ફ્લેટની સ્કીમ મૂકી હતી જેમાં ગ્રાહકોને આકર્ષવા માટે એક ફ્લેટની ખરીદી પર એક ફ્લેટ મફતની યોજનાની જાહેરાત કરતાં જ ૪૨ જેટલા ગ્રાહકોએ તેમાં બુકીંગ કરાવ્યું હતુ. 

(5:34 pm IST)