ગુજરાત
News of Thursday, 16th May 2019

પાટણ જીલ્લાના ભાવિકો દ્વારા પૂ. સદારામબાપુને શ્રધ્ધાંજલી અર્પણ

પાટણ તા. ૧૬ :.. સંત શિરોમણી સદારામબાપુને સંતો-મહંતો રાજકીય આગેવાનોની શ્રધ્ધાંજલી સદારામ બાપાની પાલખી યાત્રામાં આશ્રમમાં સદારામ બાપાની અન્યેષ્ઠી કરવામાં આવી હતી.

ટોટાણા-ખારીયાથી પરા સુધી ૯ કિલો મીટર સુધી બાપાનો અંતિમ દર્શન માટે ભકતોના ઘોડાપુર ઉતર્યા હતાં.

સદારામબાપુના આશ્રમના ગાદીના અનુયાયી  દાસબાપુને બનાવવામાં આવ્યા અનેક સંતો - મહંતોની હાજરીમાં શાસ્ત્રોકત વિધી વિધાન અને મંત્રોચાર સાથે વિદ્વાન પંડિતોના મંત્રોચાર વચ્ચે તેમની ગાદીપતિની નિમણુંક કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કેબીનેટ મંત્રીશ્રી દીલીપભાઇ ઠાકોર અને પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ, સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર ભાભરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, વિરોધ  પક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય પરબતભાઇ પટેલ, શશીકાન્ત પંડયા, જગદીશ ઠાકોર, લીલાધર વાઘેલા, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, ધારાસભ્ય શીવાજી ભુરીયા, ધારાસભ્ય કીર્તીસિંહ કાંકરેજ, ગઢશીશાથી ચંદુમા, કમીજળાના સંતશ્રી જાનકીબાપુ, દૂધરેજના સંતશ્રી તેમજ અન્ય સંતો પણ તેમની અન્યેષ્ઠીના દર્શન અર્થે ઉપસ્થિત રહ્યા હતાં.

પૂજય સદારામબાપુ ઉતર ગુજરાતના છોટે જલારામ બાપાનું બિરૂદ ધરાવતા હતા ૧૮ સમાજને સાથે રાખી વ્યસન મુકિત શિક્ષણની જયોત જલાવી હતી. કાંકરેજ પંથકના થરાએ મુખ્ય વેપારી મથક છે. છતાં ગઇકાલે બાપાને શ્રધ્ધાંજલી આપવા થરાનગર સજ્જડ બંધ રહ્યું હતું. નવ કીલો મીટર જેટલી  તેમની પાલખીયાત્રામાં લાખો ભકતજનોએ શ્રધ્ધાંજલી આપતા હતાં.

રાજયના કેબીનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોરે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને મહાન સંત શિરોમણીના દર્શને આવવા માટે ટેલીફોનીક વાત કરતા જ તેઓએ અંતિમ વિધીમાં હાજરી આપી હતી.

(3:30 pm IST)