ગુજરાત
News of Thursday, 16th May 2019

નવસારીમાં ત્રણ ગઠીયા વેપારી પાસેથી 1.70 લાખ લૂંટીને ફરાર : સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ

નવસારીમાં ટ્રિપલ સવારી બાઈક સવાર ગઠિયા એક વેપારી પાસેથી 1,70 લાખની લૂંટ કરીને ફરાર થયા છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે

  નવસારી શહેરના ફુવારા વિસ્તાર પાસે આવેલ આઈ સી આઈ બેન્ક માંથી રૂપિયા ઉપાડીને આવતા જલાલપોરમાં ગૃહઉદ્યોગ ચલાવતા એક વેપારી લૂંટના ભોગ બન્યા છે મહિલાઓને પગાર આપવા માટે આઈ સી આઈ બેન્ક માંથી રૂપિયા એક લાખ ૭૦ હજાર ઉપાડ્યા હતા જેના પર એક ગઠિયાએ ખંજવાણ વાળો પાઉડર છાંટીને બેગ ઉપાડી ગયો હતો. આગળ જતા એક બાઈક પર ત્રણ સવારી કરીને આ ઈસમ ફરાર થયો હતો જે ઘટના સી સી ટીવીમાં કેદ થઇ હતી.

(12:29 pm IST)