News of Wednesday, 15th May 2019
ધર્મજ-તારાપુર રોડ પર ટ્રક હડફેટે બાઈક ચાલાક દંપતી પૈકી પત્નીનું મોત: પતિને ગંભીર ઇજા
ધર્મજ:ધર્મજ-તારાપુર રોડ ઉપર આવેલા માણેજ ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી ટ્રકે બાઈકને ટક્કર મારતાં પત્નીનું મોત થયું હતુ જ્યારે પતિને ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતની મળતી વિગતો અનુસાર માણેજ ગામે રહેતા રમેશભાઈ મંગળભાઈ ગોહેલ ગઈકાલે રાત્રીના સુમારે પોતાની પત્ની ચંપાબેનને પોતાના બાઈક પર બેસાડીને ધર્મજ તરફ જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રકે બાઈકને ટક્કર મારતાં દંપતી રોડ પર ફંગોળાયું હતુ જેમાં ચંપાબેનને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતુ જ્યારે પતિ રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રકનો ડ્રાયવર ટ્રકને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો.
(5:46 pm IST)