ગુજરાત
News of Wednesday, 15th May 2019

અમદાવાદ: હેતમપુરા પાટિયા નજીક નાળિયેરી ફાર્મમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ બુટલેગરના જામીન નામંજૂર થયા

અમદાવાદ:આ અંગેની વિગત એવી છે કે શહેરના નામચીન બુટલેગરો અલ્પુ સીંંધી અને ઝુબેર મેમણે હેતમપુરા ગામના પાટિયા નજીકના નાળિયેરી ફાર્મમાં વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો હતો. જે દારૃ ગત ૧૬-૩-૨૦૧૮ના રોજ પોલીસે રેઈડ પાડીને દારૃના જથ્થા સાથે આરોપી  ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ વસાવાને ઝડપી પાડયો હતો. જ્યારે જે તે સમયે અલ્પુ સીંધી અને  ઝુબેર મેમણ પકડાયા ન હતા.

ગત તા.૯-૫-૧૯ના રોજ એલ.સી.બી.એ બુટલેગર ઝુબેશ સફીભાઈ મેમણ (રહે. ગેબનશા બાવાની દરગાહ પાસે, મોગલવાડા, વાડી)ની ધરપકડ કરી હતી. જેલમાં ગયેલા બુટલેગર ઝુબેર મેમણે જામીન પર મુક્ત થવા માટે કરેલ અરજી શેસન્સ કોર્ટે નામંજૂર કરી છે.

(5:36 pm IST)