ગુજરાત
News of Wednesday, 15th May 2019

આજથી બે દિ' કયાંક વરસાદની શકયતા

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ પલ્ટાશે : રવિવાર સુધી તાપમાન ઘટશે

અમદાવાદ : રાજયમાં આજથી બે દિવસ સુધી છુટાછવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે. આજથી બે દિવસ દરમિયાન હળવાથી મધ્યમ કમોસમી વરસાદની હવામાન આગાહી કરી રહ્યુ છે, જેને લીધે બે દિવસ રાજયના લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. પશ્ચિમમાંથી ઉત્તર પશ્ચિમ દિશા તરફના પવન ફૂંકાવાને કારણે વાતાવરણ સુકુ બન્યુ છે અને ગરમીમાં સતત વધારો થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગરમી ઘટી શકે છે અને ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડવાની શકયતાઓ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ ઈરાનમાં સર્જાયેલુ અપરએર સાયકલોનીક સરકયુલેશન આજે દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે. જેની અસરોથી ૧૪ થી ૧૮ મે દરમિયાન તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચુ રહેશે. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કયાંક વરસાદી છાંટા પડવાની શકયતાઓ છે.

(1:20 pm IST)