ગુજરાત
News of Wednesday, 15th May 2019

ધો.૧૦નું પરિણામ ૨૧ મેના જાહેર

રાજકોટના ૫૬ હજાર મળી કુલ ૧૧ લાખ વિદ્યાર્થીઓનું કસોટીનું પરિણામ : સવારે ૮ વાગ્યે વેબસાઈટ ઉપર જાહેર થશે

રાજકોટ, તા. ૧૫ : ગુજરાત રાજયના ૧૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ જેની રાહ જોઈ રહ્યા છે તે ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ તા.૨૧-૫-૨૦૧૯ના મંગળવારે જાહેર થનાર છે.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિક્ષા સચિવ શ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે કે,  ગત માર્ચ ૨૦૧૯માં લેવાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૨૧-૫-૨૦૧૯ને મંગળવારે સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર ઓનલાઈન મૂકવામાં આવશે.

શિક્ષણ બોર્ડની યાદીમાં વધુમાં જણાવ્યુ છે કે ધો.૧૦ની પરીક્ષાનું ગુણપત્રક જિલ્લા કક્ષાએ નિયત કરેલા સ્થળોએથી વિતરણ કરવામાં આવશે.

(3:07 pm IST)