ગુજરાત
News of Wednesday, 15th May 2019

અમદાવાદમાં મહિલા તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયા:મેમનગરમાં એસીબીના છટકામાં સપડાયા

પિતાના અવસાન બાદ વારસાઈ સર્ટી કાઢી આપવા માટે લાંચ માંગી હતી

અમદાવાદમાં મહિલા તલાટી ચાર હજારની લાંચ લેતા ઝડપાયા છે મેમનગર વિસ્તારમાંથી ગુજરાત એસીબીની ટીમે તલાટી શિતલ વેગડાને 4000 રૂપિયાની લાચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીની મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને એસીબીએ મહિલા તલાટીને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીએ તેમના દ્વારા માગવામાં આવેલી લાંચની રકમ સાથે મહિલા તલાટીની અટકાયત કરી છે

  અંગે મળતી વિગત મુજબ એક વ્યક્તિએ તેના પિતાનું અવસાન થતા વારસાઇ અંગેનું પ્રામાણ પત્ર લેવા માટે મેમનગર તલાટીનો સંપર્ક કર્યો હતો. મેમનગર મહિલા રેવન્યું તલાટીએ વારસાઇ સર્ટીફિકેટ માટે યુવક પાસેથી રૂપિયા 4000ની લાંચ માગી હતી. યુવકે અંગે એસીબીનો સપર્ક કર્યો અને એસબીએ છટકુ ગોઠવીને મહિલા તલાટીને 4 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે.

(1:08 am IST)