ગુજરાત
News of Wednesday, 15th May 2019

અમદાવાદ કોર્પોરેશનના ઢોર પકડવા ગયેલી ટીમ ઉપર હૂમલો-તોડફોડ મુદ્દે મુખ્‍યમંત્રી-ગૃહમંત્રીને પૂર્વ ધારાસભ્ય ભવાનભાઇ ભરવાડે પત્ર લખ્યો

અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી  આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી.

આ ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશનની ટીમે પોલીસ સાથે મળી 30 જેટલી ગાયોને પકડી હતી. પોલીસ પર હુમલો કરનાર મહિલા-પુરુષોને ટિંગા-ટોળી કરી ઘરમાંથી કાઢી અટકાયત કરી હતી.દરમિયાન આજે સાંજે માલધારીઓ સમાજ દ્વારા આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. અને ઓઢવ સહીત આજુબાજુના વિસ્તારોના માલધારી સમાજના યુવકો અને મહિલાઓ એકત્ર થયા હતા અને ઓઢવ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો.

સાંજથી માંડીને રાત સુધી તમામ લોકો ધરણા પર બેસી ગયા હતા. બીજી બાજુ ભાજપના પૂર્વ ધરાસ્સ્સભ્ય અને માલધારી સમાજના આગેવાન ભવન ભરવાડે આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક પત્ર લખ્યો હતો અને માલધારી સમાજ પર પોલીસ કર્મીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમના સામે પગલા ભરવાની માંગ કરી છે. અને માલધારી સમાજને શાંતિ જાળવવાની અપીલ પણ કરી છે.

(5:01 pm IST)