ગુજરાત
News of Thursday, 17th May 2018

જીઆઈડીસીના 3000 મીટર સુધીના પ્લોટ 50 ટકા ઓછી કિંમતે ફાળવવા સરકારનો નિર્ણંય: નીતિનભાઈ

રાજ્યમાં સુક્ષ્‍મ, લધુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને રોજગારી વધારવા લેવાયો નિર્ણંય

ગાંધીનગર: રાજ્યમાં સુક્ષ્‍મ, લધુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે તેમજ રાજ્યમાં રોજગારીનુ પ્રમાણ વધારવા GIDC દ્વારા અપાતાં 3000 મીટર સુધીના પ્લોટમાં 50 ટકા ઓછી કિંમતે પ્લોટ ફાળવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

   અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે રાજ્યમાં સુક્ષ્‍મ, લધુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે અને આ ઉદ્યોગો દ્વારા વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય તેમજ રાજ્યમાં મોટા ઉદ્યોગો ચાલી રહ્યા છે તેને આનુષાંગિક ઉદ્યોગો સ્થપાય તો રાજ્યના ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ વધારો થાય તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

   તેમણે જણાવ્યુ હતુ કે GIDC દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ GIDC સંકુલો ઉભા કરવામાં આવ્યા છે અને વધુ GIDCની સ્થાપના કરવાની કાર્યવાહી ચાલી રહી છે.અત્યાર સુધીમાં GIDCને ફાળવવમાં આવતી જમીન, તેની કિંમત અને પધ્ધતિમાં ઘરખમ ફેરફાર કરાયોછે. હવેથી GIDCને જે જમીન ફાળવવમાં આવ્સ્શે તે જમીનમાંથી સુક્ષ્‍મ, લધુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે 3000 મીટર સુધીના પ્લોટ GIDC આ ઉદ્યોગો માટે ફાળવશે તો તેની જમીનની કિંમત રાજ્ય સરકાર 50% ઓછી વસુલશે, એટલે કે સુક્ષ્‍મ. લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 3000 મીટર સુધીના પ્લોટ હવે સરકાર દ્વારા GIDCને ફાળવવાની જમીનની જે કિંમત નક્કિ થઈ હોય તેમાં 50% રાહત આપશે. તેથી નાના ઉદ્યોગ સાહસિકોને GIDCમાં પ્લોટ અડધી કિંમતે મળશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે GIDC વિસ્તારમાં 3000 મીટરથી વધુ મોટા પ્લોટ જે ઉદ્યોગોને આપવામાં આવશે તેની 100% કિંમત ભરપાઈ કરવાની રહેશે.

(8:21 pm IST)