ગુજરાત
News of Friday, 16th April 2021

બોરસદમાં પરિણીતાને દહેજના મામલે શારીરિક-માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

બોરસદ: ખાતે પરણેલી બે પરિણિતાઓને દહેજના મામલે શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને કાઢી મુકતાં અંગે બોરસદ શહેર અને મહિલા પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. પરંતુ તે ઓછું પડતાં પતિ તુષારભાઈ, સાસુ કમળાબેન, સસરા પરસોત્તમભાઈ, નણંદ ઉષાબેન અને દિયર જીગરભાઈ દ્વારા દહેજની માંગણી કરીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. પોતાનું લગjજીવન નંદવાઈ ના જાય તે માટે પરિણીતા બધો ત્રાસ સહન કરતી હતી પરંતુ પતિ દ્વારા ગડદાપાટુનો માર મારીને કાઢી મુકતાં તેણીએ બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપી હતી. બીજા બનાવમાં બોરસદ ખાતે રહેતી અંજુમનબેનના લગj ૨૦૦૧માં સારીકશા દિવાન સાથે થયા હતા. શરૂમાં લગjજીવન સુખરૂપ ચાલ્યા બાદ પતિ અને દિયર સમીરશા દ્વારા ત્રાસ ગુજારવાનું ચાલુ કરી દીધું હતુ. જેથી ૨૦૦૩માં શારીરીક તેમજ માનસિક ત્રાસની ફરિયાદ આપતાં ૨૦૧૨માં બન્ને પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતુ અને ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. જો કે પતિએ ઘર ખર્ચના પૈસા નહીં આપીને શક વહેમ રાખીને મારઝુડ ચાલુ રાખી હતી. ત્યારબાદ પતિ સાઉદી, કુવૈત વગેરે જગ્યાએ ગયા હતા અને પરત આવી ગયા હતા. દરમ્યાન પૈસાનું પાણી કરી નાંખ્યું હતુ. બોરસદ પરત આવ્યા બાદ પણ ત્રાસ ગુજારવાનો ચાલુ રાખતાં આખરે તેણીએ આણંદના મહિલા પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(5:30 pm IST)