ગુજરાત
News of Friday, 16th April 2021

વડોદરાના ગોત્રી વિસ્તારમા કોરોનાના દર્દીઓ માટે ખરીદવામાં આવેલ રોબોટ કોરોના ગ્રસ્ત થતા ચકચાર

વડોદરા:શહેરમાં કોરોના મહામારીની શરૂઆત બાદ આઠ મહિના પૂર્વે વડોદરાની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓથોરિટી દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે રૂ. 50 લાખના ખર્ચે 7 રોબર્ટ ખરીદવામાં આવ્યા હતા જે છેલ્લા કેટલાક વખતથી કોરોના ગ્રસ્ત થઇ ગયા છે.

એક વર્ષ પૂર્વે સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરો અગ્રેસર હતું. ત્યારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ત્રણ અને ગોત્રી હોસ્પિટલમાં ચાર મળી આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલાં કોરોના દર્દીઓની સારસંભાળ રાખવા સાત રોબોર્ટ લાવવામાં આવ્યાં હતાં.

રોબોટ કોરોના વાયરસનું સ્ક્રિનીંગ તેમજ આઇસોલેશન વોર્ડમાં દર્દીઓ માટે દવા લઇ જવાનું કામકરશે અનેઆ રોબર્ટ દવાખાનામાં OPDમાં આવતા દર્દીઓનું પણ થર્મલ સ્ક્રિનીંગ કરશે.

ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં એક સાથેએક વોર્ડમાં 500થી પણ વધારે દર્દીઓ સારવાર લઇ શકે તે માટે કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા.

(5:29 pm IST)