ગુજરાત
News of Friday, 16th April 2021

શાબાસ : પોલીસ અધિકારી જરાય વિલંબ કર્યા વગર પ્લાઝમાં ડોનેટ કરવા પહોંચી ગયા

અમદાવાદ : પોલીસને નિયમિત વ્યાયામ અને શિસ્તના પાઠ ભણાવવામાં આવતા હોય છે. પરંતુ પરોપકારની વૃત્તિ પણ ઘણામાં આપો આપ કેળવાતી હોય છે. આવો જ દાખલો વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અરૂણ બી. મિશ્રાએ બેસાડયો છે. હાલ કોવિડ-૧૯ ની કટોકટીના પગલે ફરજ વ્યસ્તતા વચ્ચે પણ કોઇ દર્દીને પ્લાઝમાની જરૂર પડતા જરા પણ વિલંબ કર્યા વગર શ્રી મિશ્રાજી પહેરેલ ગણવેશ સાથે જ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પ્લાઝમાં ડોનેટ કરી માનવતાની ફરજ અદા કરી હતી. આમ જીવનરક્ષક પ્લાઝમાં ડોનેટ કરી કોઇની જીંદગી બચાવી લેવામાં તેઓ નિમિત બન્યા હતા. (તસ્વીર, અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(3:19 pm IST)