ગુજરાત
News of Friday, 16th April 2021

સુરતથી ઉત્તરપ્રદેશ, બંગાળ અને ઓરીસ્સા તરફ રોજ ૨૫ હજાર લોકોનું પલાયન

કોરોના સંક્રમણ ભયાવહ સ્થિતિએ વધવા લાગતા અને લોકડાઉનના ભયથી સુરતમાં રહેતા ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ઓડીસ્સા, સહિતના હજારો લોકો પોતાના ઘર જવા માટે રવાના થઈ ગયા છે. દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે. અત્યારે મળતા અહેવાલ મુજબ દરરોજ ૨૫ હજાર લોકો સુરતથી વતન પલાયન કરી રહ્યા છે. રેલ્વે દ્વારા ઉત્તરપ્રદેશના સુબેદાર ગંજ માટે સુરતથી ખાસ ટ્રેન દોડાવાશે તેમ જાણવા મળે છે. રેલ્વે દ્વારા ટ્રેનોમાં સીટ ટુ સીટનો નિયમ લાગુ કરાતા હવે વેઈટીંગમાં રહેલા મુસાફરોને રેલ્વે સ્ટેશનથી પાછા વાળવામાં આવી રહ્યા છે. સુરતથી ટ્રેનો ઉપરાંત ૧૦૦થી વધુ બસો પણ દોડાવાઈ રહી છે.

(3:17 pm IST)